હા મે જે લખ્યું તેમાં તમે એવું ના વિચારતા કે આ ખોટું છે પણ આ વાત એક દમ સાચી છે.કેમ કે માતા એ તો ભગવાન કરતા પણ મહાન છે જેમને આપડે જન્મ્યા ત્યારથી જ સાથે રાખી ને મોટા કર્યા અને આપડે તો ભગવાનને તો હજુ સુધી કોઈ દિવસ જોયા જ નથી તો પછી તમે જ કહો કે કોણ મહાન થયું કેહવાય માતા કે ભગવાન ચોક્કસ માતા જ. એટલે જ તો કેહવાય છે ને કે જો તમે આ માતા પિતા ની સેવા કરસો તો ચોક્કસ પેલા અદ્રશ્ય આપણા ભગવાન ચોક્કસ આપડી મદદ કરશે કેમ કે તેમને પણ માતા પિતા ની જરૂર પડી જ હતી.(માન હો કે અપમાન,માને સમાન તે મહાન)

માં

પણ આ તો મે હજુ નેટ પર બેઠો હતો ત્યારે એક સમાચાર વાંચ્યા કે માતા પિતા ને તેના ૪૫ વર્ષ ના છોકરા એ ગરમાંથી કાઢી મુક્યા જો એટલે માતા પિતા તેને છેલ્લે આવો દિવસ જોવા જ મોટો કર્યો ને. આ નો મતલબ તો એમ જ ને કે છોકરાને માતા પિતા પર જરાક પણ માયા જ નથી પણ માતા પિતા ના આટલા બધા અપમાન કરવા છતાં પણ તે લોકો આ ભૂલ ભૂલી જશે અને છોકરા પર તો માયા રાખશે જ તે લોકો મરી મરી ને જીવશે અને જો આ દાયકા પછી પણ જો છોકરાને કઈ જરૂર પડશે ત્યારે તે લોકો ચોક્કસ મદદ કરવા તૈયાર થશે આ વખતે પણ તે ઓ ભગવાન કરતા પણ વધારે દયા વાળા કેહવાય પરંતુ આ વખતે ભગવાન કોઈ પણ સંજોગો માં આવા છોકરા ને માફ નઈ કરે અને ના જ કરવો જોઈએ કેમ કે તેને જયારે બહાર કાઢતી વખતે સરમ નહિ આવી હોય કે કેવી રીતે તેને આટલો મોટો કર્યો હશે તેના માતા પિતા એ.એટલે છેલ્લે તો એવું જ થયું ને કે જે માતા પિતા જેના જન્મ વખતે જે ખુસી અનુભવતા હતા એ તો તેમના દુખ ની ગંટળી હતી.

Advertisements

સૌ પ્રથમ તો  હું બહુ દિવસ પછી મારા બ્લોગ ને અપડેટ કરું છુ તેનું કારણ એ જ કે પરીક્ષા.આમ તો હજુ પણ પરીક્ષા તો બાકી જ છે પરંતુ હવે તો કઈ વાંચવું જ નથી કેમ કે વાંચી ને પરીક્ષા આપીએ છીએ તો પણ ખરાબ જાય છે એટલે હવે તો બાકી ના પ્રેક્ટીકલ તો વાંચ્યા વગર જ જવું છે.અને હું હજુ પણ આ મારા બ્લોગ ને અપડેટ કરવાનો ન હતો કેમ કે બહુ કંટાળો આવે છે પરંતુ મારા મિત્ર કાર્તિક નો બ્લોગ વાંચ્યો ત્યારે તેમાં તેની પોસ્ટ જોય તો તેમાં જે કઈ લખ્યું હતું તો સીધું અમારા પર જ હતું  એટલે આખરે મારે ગમે તેમ કરીને આજે આ બ્લોગ ને અપડેટ કર્યો.

હમણા જ થોડા દિવસો પેહલા ઓબામાં સરકારે આ પેટ્રોલ નો જે ભાવ વધે છે તેનો સીધો જ આક્ષેપ આપદા ભારતીયો પર નાખ્યો હતો તે કેહતા હતા કે આ ભારત માં જ પેટ્રોલ ને વધુ પડતો ઉપયોગ થાય છે તો શું તેલોકો કઈ પેટ્રોલ વાપરતા જ નથી કે શું? શું ખાલી ભારતીયો જ કાર ચલાવે છે? શું ભારતીયો બસ સેવા તથા ટ્રેન નો ઉપયોગ નથી કરતા? તે લોકો તો જાણે એક નાની કાર માં પણ ૨૦ જન બેસી ને જતા હોય તેવી વાત કરે છે. ત્યાં કરતા તો આપડા દેશ માં આ સેવા નો ઉપયોગ વધારે થાય છે. તો હવે આ આક્ષેપ જે તેમને આપડા પર નાખ્યા છે તે તો એક દમજ દમ વગર ના છે.અને આમ જોવા જઈએ તો અમેરિકા એ તો આપડા પર ભૂતકાળ માં પણ બહુ આક્ષેપો નાખ્યા હતા પણ તેમનું આ આક્ષેપો નાખવાનું કારણ એક જ છે કે તેઓ આપડા દેશ થી ગભરાય છે.તેમને ખાલી આ વિશ્વ માં આ ભારત નો જ દર છે તે માટે જ તેઓ આપડાને આડકતરી રીતે બસ પજવે છે બીજું કઈ જ નથી આમાં તો.પરંતુ આ રીતે તેઓ પોતાની મહાનતા બહુ કઈ સાચવી નહિ રાખે.
આ અમેરિકા ભારતીઓ થી ગભરાય છે કારણ કે આ ભાતીઓ ને ભારતીય હોવાનું ગર્વ છે અને તેઓ દેશ માટે કઈ પણ કરવા તૈયાર રહે છે.
બોલો તમારું શું કેહવું છે તમે આપડા દેશ માટે કઈ કરવા માટે તૈયાર છો ને??


PROUD TO BE AN INDIAN

બાળપણ ની મસ્તી

Posted: એપ્રિલ 15, 2010 in મારો શોખ

બાળ મસ્તી
બાળ મસ્તી

થોડા દિવસો પેહલા જ મેં એક લેખ છાપા માં વાંચ્યો જે બાળપણ પર આધારિત હતો ત્યારે જ મને હું જયારે સ્કુલ માં હતો ત્યારે એક મજાક મસ્તી વાડી થોડી લીટી ઓ અમારે સરે અમને કીધી હતી તે જ હું અહી મુકું છું.

જયારે એક બાળક નાનું હતું ત્યારે તે એમ તો ભણવામાં સારો એવો હોશિયાર હતો પરંતુ એક વાર અચાનક જ તેના મન માં વિચાર આયો કે હું તો ભણી લવ છું પણ મારે તો બધા જ વિષયો બરાબર ધ્યાનથી ભણવા પડે છે પણ આ મારા સર, મેડમ લોકો ને તો કેવું સારું તેમને તો ખાલી એક જ વિષય યાદ રાખવાનો જયારે હું ગુજરાતી ના સર ને ગણિત ના દાખલા પુછુ તો તે કે છે કે આ મારો વિષય નથી પણ તેમાં શું થયું આ તેમને આવડવું તો જોઈએ જ ને.જો તેમને ના આવડે તો તેમને કેમ પાંચ પાંચ વાર લખવા માટે કોઈ નથી આપતું જયારે આપડને તો કઈ પણ ના આવડે એટલે તરત જ તે ગરે થી દસ વાર લખવા આપી દે છે.

હવે હું ગરે આવું ત્યારે પણ આ જ તકલીફ મારા માતા પિતા તો મને ખાલી જયારે જોવે ત્યારે ભણવાનું જ કેટ રહે છે પણ એમને તો શું ખાલી આપડાને કેવાનું જ ને કે આટલું વાંચ એમને તો શું થોડી વાર પછી ચોપડી લઈને તમથી જોય જોય ને પૂછી લેવાનું બસ આટલું જ ને એમને તો ક્યાં કોઈ દિવસ પરીક્ષા આપવાની છે ઈ તો જયારે હમણા તેઓ આપે ત્યારે ખબર પડે.

જયારે એક દિવસ ગરે બેઠો હતો ત્યારે દાદા ટી.વી. જોતા હતા અને બોલ્યા કે આ લાલુ યાદવ શું ગપ્પા મારે છે,સોનિયા ગાંધી તો કેવું જુઠ્ઠું બોલે છે ત્યારે મેં કીધું એમને તો કેવું સારું આટલા બધા ની વચ્ચે જુઠ્ઠું બોલે તો પણ કઈ જ સજા નથી મળતી પણ હું તો જયારે ખાલી ક્લાસ માં પણ જુઠ્ઠું બોલું તો પણ ગરે થી માતા પિતા ને બોલાવે છે તો આ લાલુ અને સોનિયા ના માતા પિતા ને કેમ નહિ.અને ત્યાર બાદ તેને મનોમન નક્કી કર્યું ક હવે તો હું મોટો થઈશ એટલે હું આવું નઈ થવા દવ પણ ત્યારે જ તેના દાદા બોલ્યા કે બેટા પરંતુ તું જયારે મોટો થઈશ ત્યારે તો આલોકો પણ બહુ મોટા થઇ જશે ત્યારે તે બોલી ઉઠ્યો કે એમ લોકો થી કઈ તામાંનાથી મોટા હોય તેમના પર તો ક્યાં દાદાગીરી થાય છે એટલે જ તો તેઓ નાના બચારા છોકરા ઓ પર પોતાની દાદાગીરી બતાવે છે આ જ છે મોટા ઊ ની દાદાગીરી.


ગયી કાલ એટલે કે ગયી કાલે મારો જન્મ દિવસ હતો હું મારા નિયમ પ્રમાંનેજ સવારે ઉઠી ને નહિ ધોઈ ને કોલેજ ગયો પણ આ સવારે ૮.૧૦ સુધી હજી કોઈ પણ મિત્રો નો મારા પર કોઈ જ ફોન આયો નહોતો એટલે હું જરા નિરાશ હતો એટલા માં જ મારા એક મિત્ર નો ફોન આયો ત્યારે મને લાગ્યું કે ચાલો કોઈ ને તો યાદ છે પણ હજી સુધી મારા કોલેજ ના મિત્રો માંથી કોઈ ને જ કશું યાદ ન હતું એટલે કોઈ મને સુભેક્ષા ના પાઠવી એટલે ત્યારે હું જરા હતાશ તો હતો પણ એટલા માં જ મારા એક મિત્રે જેમારો કોલેજ માં ખાસ છે તેને મને ખાનગી માં કહી દીધું એમ તો તેને પણ યાદ ન હતું પણ મેં જ તેને આગલા દિવસે કીધેલું એટલે તેને યાદ હતી તે સિવાય કોઈ ને જ યાદ ન હતી પણ હજુ સુધી મારા જુના મિત્રો માંથી પણ બીજા કોઈનો ફોન આયો નહતો ત્યારે મને લાગ્યું કે હવે તો હું પણ બધા ની જન્મ તારીખ યાદ રાખી ને જે બધા ને રાત્રે જ ફોન કરી દાવ ચુ તે નથી કરવા પણ હજી તો સાંજ પડી નથી કે જુના બધા જ મિત્રો નો ફોન આવવા લાગ્યો અને હવે તો હું મારા કુટુંબ જોડે મારે બહાર જવાનું હતું એટલે હું તો બહાર ગયો પણ પછી જયારે ઘરે આયો તો તરત જ બધા જ મિત્રો મારા ઘરે કેક લઈને આવ્યા અને અમે ખુબ જ મજા મસ્તી કરી અને આ રીતે મેં આગલી જે પોસ્ટ મેં ખાલી મારી કોલેજ પર લખી હતી તે ના પર જ વધારે જોર કરું છું કે જોવો આ મારા કોલેજ ના મિત્રો કે જેમને મેં તો તેમની જન્મ તારીખ પર ફોન કર્યા હતા તે લોકો જ મને ભૂલી ગયા…
પણ મારા જે જુના મિત્રો છે અને એક જ નવા માં છે જે કાર્તિક તે લોકો એ મને કઈ જ કોઈ ની ખોટ હોય તેવું લાગવા ના દીધું…


સ્વાર્થી

આ દુનિયા એ એમ જોવા જઈએ તો આખી જ સ્વાર્થ થી ભરેલી છે.હમણા સુધી આપણને બહુ કોઈ આવો અનુભવ ના થયો હોય પરંતુ આ કોલેજ માં તો જરૂર થાય છે.એમ તો હું બી.સી.એ. માં ભણું છુ તે તો મને ગમે છે અને મને ગર્વ પણ છે પણ આ બી.સી.એ. માં આમ જોવા જઈએ તો ફક્ત 7 થી 8 જન જ લાગે છે ક જેઓ આપણને સાથ આપે પણ મોટા ભાગના તો ચોખ્ખા જ સ્વાર્થી છે અને આ હોશિયાર લોકો તો એમ તો સારા પણ અમુક તો ચોખ્ખા જ સ્વાર્થી હોય છે અને અમુક તો બહુ જ સારા છે અને જેઓ આપણને ભણવામાં મદદ પણ કરે છે પણ અમુક ને તો ખબર નહિ સુ થાય છે જાણે ક આપડે કઈ તેમનાથી આગળ નીકળી જવા ના હોય તેમ આપણને ચોખ્ખી ના પડી દે છે શીખવાડવાની એમ તો તેમને આવડતું જ હોય છે પણ તેઓ અમુક જન ને જ શીખવાડે છે કે જેઓ તેમને શીખવાડી શકે આ માં તો તેમનો ચોખ્ખો જ સ્વાર્થ દેખાઈ આવે છે.આ જ છે મારા સ્વાર્થી મિત્રો.મારી અવદ્સા

ગયી બપોરે જ હજી તો મેં મારા બ્લોગ લખવાની સરુઆત કરી છે અને ત્યારે જ એટલે કે હું જયારે આ બ્લોગ માં થોડું લખી ને ઉભો થયો ત્યાં તો મારા મિત્ર નો ફોન આયો અને કીધું કે આજે હમણા આપડું પરિણામ આવે છે એટલે મારે તો પેહલા તો તેમના પર વિશ્વાસ ના થયો પરંતુ પછી મેં મારા બીજા મિત્ર ને ફોન કર્યો અને ત્યારે ખબર પડી કે આજે તો સાચે જ પરિણામ આવી ગયું છે એટલે હું તરત જ ઘરે કહીને હું સીધો જ મારી કોલેજ પર પહોચ્યો ત્યાં જોયું તો અમુક જન રડતા હતા અને અમુક ને મેં પૂછ્યું તો તેમનું પણ પરિણામ સારું આયુ નહતું એટલે તે સમયે તો મને એવું જ લાગ્યું ક મારી  પણ ત્રણ કે ચાર માં તો કે.ટી. હશે જ પરંતુ મેં ત્યાં પહોચ્યો અને ત્યાં જોયું તો મારી ફક્ત એક માં જ કે.ટી. આવી હતી એટલે ત્યારે તો હું ખુસ થઇ ગયો પરંતુ પછી મેં મોડા સુધી ત્યાં રહી ને બધા નું પરિણામ જોયું તો આ વખતે બધા નું સારું એવું પરિણામ આવ્યું હતું બધા નું ત્યારે મને લાગ્યું કે મારે પણ થોડી વધારે મેહનત કરાવી પડશે.

Posted: એપ્રિલ 9, 2010 in મારો શોખ

પ્રથમ પોસ્ટ મારા બ્લોગ માં

મેં આજે મારા બ્લોગ ની શરૂઆત કરવાનો છુ એવું ખાલી મેં મારા એક મિત્રે ની કીધું ત્યારે તેને મને એક સલાહ આપી ક આ ના થી તારું સુ થશે ત્યારે હું જરાક અટવાય ગયો અને ત્યારે તેને કીધું ક આ તો ખાલી તારો સમય બરબાદ કરશે ત્યારે મને પણ આ વાત સાચી લાગી પણ ખબર નહિ મારું મન ના માન્યું અને મેં આ બ્લોગ ની આખરે શરૂઆત તો કરી જ દીધી અને હવે હું આ વાત પર મારા મિત્રો ની સલાહ પણ લેતો રહીશ અને જ્યાં સુધી મારું પરિણામ નહિ આવે ત્યાં સુધી તો હું આ મારા બ્લોગ ને રોજ જ લખતો રહીશ પણ હજુ સુધી તેના પછી સુ તે તો નક્કી નથી જ કર્યું પણ ત્યાર પછી પણ હું રોજ નહિ પણ બે ત્રણ દિવસ તો ચોક્કસ લખતો જ રહીશ અને લાગશે કે આમાં મારો વધારે પડતો સમય વેડફાય જાય છે તો હું આખરે આને બંધ પણ કરી દઇસ બસ આજે પ્રથમ દિવસે બહુ કઈ નહિ પણ આટલું જ બહુ થઇ ગયું…

અને આખરે તમને સુ લાગે છે આ બ્લોગ એ બહુ સમય બગાડે છે કે પછી આપડે આ ચાલુ જ રાખવો જોઈએ??

મારું ગુજરાત

મારું ગુજરાત