ભગવાન દેખાય નહીં પણ હાજર જરૂર હોય છે

Posted: ઓગસ્ટ 21, 2010 in મારો શોખ

મહાભારતના યુદ્ધમાં શકુનિ હંમેશાં કહેતો હતો કે યુદ્ધના મેદાનથી કૃષ્ણને દૂર રાખવામાં આવે. દુર્યોધન પૂછતો રહેતો હતો કે આવું શા માટે? અંતે કૃષ્ણ શું કરશે, તેઓ તો શસ્ત્ર ન ઉઠાવવાનો સંકલ્પ લઈ ચૂકયા છે, પછી તેમની ભૂમિકા શું રહેશે? શકુનિના વિચારમાં કૃષ્ણની હાજરીની ચિંતા આપણને ઊડો આઘ્યાત્મિક અર્થ આપી જાય છે. અઘ્યાત્મએ આને ‘અજ્ઞાતની હાજરી’ જણાવી છે. વિજ્ઞાન આવી સ્થિતિને કેટેલિસ્ટ (ઉદ્દીપક) કહે છે.

એક મેઈલ

વિજ્ઞાન પોતાના શોધ-સંશોધનમાં એ જાહેરાત કરતું હોય છે કે કેટલીક વસ્તુઓના નિર્માણમાં કેટેલિસ્ટની હાજરી જરૂર હોય છે. તેને પાણીના ઉદાહરણથી સમજી શકાય છે. વિજ્ઞાનની ભાષામાં તેનું નિર્માણ ઓક્સિજન અને હાઇડ્રોજનના મિશ્રણથી થયું છે, પરંતુ ફકત ઓક્સિજન અને હાઇડ્રોજનને મિલાવી દેવામાં આવે તો પાણી બનતું નથી, તેમાં વીજળીની પણ ભૂમિકા હોય છે.

આપણે વિજ્ઞાનના પુસ્તકોમાં વાંચ્યું પણ છે કે વાદળો ટકરાય છે, વીજળી ચમકે છે અને પાણી વરસે છે. જો વીજળી ન હોય તો વાદળો પાણીનું નિર્માણ કરી શકતા નથી, પરંતુ જયારે પાણીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે તો તેના નિર્માણમાં વીજળી જોવા નહીં મળે, ફકત ઓક્સિજન, હાઇડ્રોજન જ હાથમાં આવે છે.

સવાલ એ છે કે વીજળીએ એવું તો શું કર્યું? તેની ભૂમિકા શું છે? તે નિર્માણકર્તા નથી, આમ છતાં તેની હાજરી છે. અહીંથી જ તેનો જવાબ મળે છે. અંતે આપણા જીવનમાં પણ ભગવાનની કઈ ભૂમિકા હોય છે. પાણીના નિર્માણમાં વીજળીની હાજરી માત્ર જ પરિણામકારી છે, આવી જ રીતે આપણા જીવનમાં ભગવાનની હાજરીનું હોય છે. એક કેટેલિટિક એજન્ટની જેમ પરમાત્મા પોતાનું કામ કરે છે. શકુનિએ કૃષ્ણને લઈને પણ કંઈક આવો જ સંકેત આપ્યો હતો.

Advertisements
ટિપ્પણીઓ
  1. Mayank કહે છે:

    bhagavan dekhay nahi pan hajar jarur hoy che pan jyare aapanane bahu j kam hoy che tyare j teo kase khovai jay che.
    jyare aapade muskeli ma mukaye tyare j bhagavan kyak gayab thai jata lage jo hoy to aapadane muskeli ma kem muke che??

    • onlyforfriends કહે છે:

      aapade je karam aagala janam ma karela hoy te j aapade hamana bhogaviye chie ane ha jo badha j tamaru jevu vichare ke bhagavan madad nathi karata to hamana koi j muskeli ma na mukay ane bhagavan hamesa aapadi sathe j hoy che jo aapadi jode kai k kharab jo thatu hoy ane je aapade bhogavavanu n hoy to bhagavan chokkas aapadane madad kare che ane hamesa nyay to aapej che…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s