ભ્રષ્ટાચાર…..

Posted: માર્ચ 5, 2011 in અવર્ગીકૃત

આંખો ફાડી તમે જુઓ જરા, ઓ ભારતના નર ને નાર
રાતદિવસ તમારી ચારેકોરે, ચાલી રહયો છે ભષ્ટાચાર.

લાંચરૂશ્વત ને દાદાગીરીથી, થઇ રહયાં છે લોકો ખુવાર
ગુંડાઓ આ દેશની માહેં, થઇ બેઠા છે ભરથાર.

કાયદા કાનૂન ભંગ કરવામાં,છે શિક્ષિતો પણ હોશિયાર
ઘરનો કચરો રસ્તામાં ફેંકે, ન લાજે,કરે ગંદકી પારાવાર.

 

ન ભણાવે કશું શિક્ષક શાળામાં, ટયુશનથી કમાયે ભારોભાર
લોભી આ શિક્ષકના શિક્ષણથી, કહો થશે પ્રજા કેવી તૈયાર ?

ભૂલ શોધી બીજાઓની, ટીકા કરવા છે સહુ તૈયાર
પણ હું શું કરૂં તો સુધરે ભાવિ,ન કરે એનો વિચાર.

કદી આવે જો મનની માંહે, ભાવિ તણો કાંઇ વિચાર
તો પણ ન મળે હિંમત હૈયામાં, કરવા તેનો આચાર.

ચાલશે નહીં કશું આપણું, માની સ્વીકારે પોતાની હાર
ને ગુંડાઓથી બચવા, તેમને પહેરાવે ગળામાં હાર.

ભાષણો ખૂબ ખૂબ સાંભળ્યા,કસી કમ્મર થઓ તૈયાર
તો જ ભાઇ થશે ભાવિમાંહે મા ભોમ તણો ઉધ્ધાર.

જીંદગી

Posted: ફેબ્રુવારી 8, 2011 in અવર્ગીકૃત

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે તમે એકલા શાને રડો છો,

સાથી તો અમેય ખોયા છે આપ કહો છો આમને શું દુઃખ છે,

આ તો સદા હસે છે અરે!

આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો અરે!

ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી

અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,

આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી

એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો

નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

યાદ આવે છે……..

Posted: ઓક્ટોબર 31, 2010 in અવર્ગીકૃત

શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે,
તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે,

તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું,
તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે,

જીંદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા,
પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે,

રહેવા દો વાત મિલન ની, અમને ખબર છે,
નસીબ માં અમારા ફક્ત ઇંન્તજાર આવે છે.


મહાભારતના યુદ્ધમાં શકુનિ હંમેશાં કહેતો હતો કે યુદ્ધના મેદાનથી કૃષ્ણને દૂર રાખવામાં આવે. દુર્યોધન પૂછતો રહેતો હતો કે આવું શા માટે? અંતે કૃષ્ણ શું કરશે, તેઓ તો શસ્ત્ર ન ઉઠાવવાનો સંકલ્પ લઈ ચૂકયા છે, પછી તેમની ભૂમિકા શું રહેશે? શકુનિના વિચારમાં કૃષ્ણની હાજરીની ચિંતા આપણને ઊડો આઘ્યાત્મિક અર્થ આપી જાય છે. અઘ્યાત્મએ આને ‘અજ્ઞાતની હાજરી’ જણાવી છે. વિજ્ઞાન આવી સ્થિતિને કેટેલિસ્ટ (ઉદ્દીપક) કહે છે.

એક મેઈલ

વિજ્ઞાન પોતાના શોધ-સંશોધનમાં એ જાહેરાત કરતું હોય છે કે કેટલીક વસ્તુઓના નિર્માણમાં કેટેલિસ્ટની હાજરી જરૂર હોય છે. તેને પાણીના ઉદાહરણથી સમજી શકાય છે. વિજ્ઞાનની ભાષામાં તેનું નિર્માણ ઓક્સિજન અને હાઇડ્રોજનના મિશ્રણથી થયું છે, પરંતુ ફકત ઓક્સિજન અને હાઇડ્રોજનને મિલાવી દેવામાં આવે તો પાણી બનતું નથી, તેમાં વીજળીની પણ ભૂમિકા હોય છે.

આપણે વિજ્ઞાનના પુસ્તકોમાં વાંચ્યું પણ છે કે વાદળો ટકરાય છે, વીજળી ચમકે છે અને પાણી વરસે છે. જો વીજળી ન હોય તો વાદળો પાણીનું નિર્માણ કરી શકતા નથી, પરંતુ જયારે પાણીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે તો તેના નિર્માણમાં વીજળી જોવા નહીં મળે, ફકત ઓક્સિજન, હાઇડ્રોજન જ હાથમાં આવે છે.

સવાલ એ છે કે વીજળીએ એવું તો શું કર્યું? તેની ભૂમિકા શું છે? તે નિર્માણકર્તા નથી, આમ છતાં તેની હાજરી છે. અહીંથી જ તેનો જવાબ મળે છે. અંતે આપણા જીવનમાં પણ ભગવાનની કઈ ભૂમિકા હોય છે. પાણીના નિર્માણમાં વીજળીની હાજરી માત્ર જ પરિણામકારી છે, આવી જ રીતે આપણા જીવનમાં ભગવાનની હાજરીનું હોય છે. એક કેટેલિટિક એજન્ટની જેમ પરમાત્મા પોતાનું કામ કરે છે. શકુનિએ કૃષ્ણને લઈને પણ કંઈક આવો જ સંકેત આપ્યો હતો.


હવે તો જાણે સિગારેટ પીવી કે પછી માવો પડીકી ખાવી આ તો આજના યુવા વર્ગ માં તો જાણે તે લોકો માટે ફેશન બની ગયી છે હવે તો ખાસા ૧૧ કે ૧૨ થી જ આ પ્રકાર નું સેવન કરતા થાય જાય છે તે લોકો ને ખબર છે કે આ નું સેવન કરવાથી આપડાને કેટલું બધું નુકસાન જાય છે છતા પણ તેઓ તેને છોડવાનું નામ તો લેતા જ નથી અને દિવસે ને દિવસે તેનું સેવન ઓછુ કરવાની જગ્યા એ વધારતા જ જાય છે.
સૌ પ્રથમ તો આ નું સેવન કરવાથી પૈસા નું પાણી થાય છે પછી તેની અસર સીધી જ અભ્યાસ પર પડે છે અને તેઓ સ્કુલ માં કે પછી કોલેજ માં ગુલ્લા મારવાનું ચાલુ કરી દે છે અને ભણવાનું બગાડે છે. અને તે લોકો ને પછી ઘરે પણ જુઠ્ઠું બોલવું પડે છે.
ધ્રુમપાન કરવાથી તે લોકો માં સૌ થી ખરાબ અસર તો તે લોકો ના સ્વાસ્થ પર પડે છે અને તે પણ સૌ થી વધારે તો સિગારેટ પીવા થી જ થાય છે આપડી સરકાર પણ જાત જાત ના કાયદા તો ગડે જ છે પરંતુ તેનું પાલન તો કોઈ કરતુ જ નથી અને જો તેનું પાલન ના કરે તો તેની સામે પગલા લેવા માં પણ સરકાર કસું જ કરતી નથી તેથી જ આ જ ના આ યુવા વર્ગ માં તો ધ્રુમપાન નું સેવન ગાંડા ની જેમ વધી રહ્યું છે.
અને આ સિગારેટ તો દર વરસે ૧૦૦૦ એ ૧૦૦ જન ને તો તેનું સેવન કરવાથી મારી જ નાખે છે.
જે લોકો કાયમી સેવન કરતા હોય છે તે લોકો તો તેમની આ ખરાબ આદત ને કારણે તેમની અડધી ઉમર માં જ મારી જાય છે.ઉપરાંત તે તો જાત જાત ના “કેન્સર” ને તો આમંત્રણ તો આપે જ છે.અને હૃદય રોગ થવાનું પણ પ્રમાણ વધી જાય છે અને આ ઉપરાંત પણ ખાસી બધી આડઅસર આપદા શરીર માં થાય છે.

જે લોકો પણ સેવન કરે છે તે લોકો ને પણ ખબર છે કે આ નું સેવન કરવાથી આટલી બધી આડઅસર તેમના શરીર માં થાય છે તેમ છતા પણ તેઓ છોડતા નથી કેમ તે લોકો ને એક વાર લત લાગી જાય પછી તો તેઓ ને તે છોડવાનું મન તો થતું જ નથી હોતું અને જો કદાચ થાય તો પણ છોડાતું નથી એવું થઇ જાય છે.અને એક વાર લત લાગી જાય તો તેમાંથી બહાર તો ભાગ્યે જ કોઈ ક આવે છે અને તે પણ જો તેની જોડે પૈસા ની ખોટ જયારે પડે ત્યારે જ આવે છે બાકી તો ભૂલી જવાનું કે તે લોકો તેઓની આ ખરાબ લત માં થી બહાર આવી શકે.
“અને છેલ્લે ધ્રુમપાન સ્વાસ્થ માટે ખરાબ છે”
તમારો શું રાય છે?


સુખ અને દુખ એ જીવનનો બહુ મોટો ભાગ છે.જીવન માં સુખ અને દુખ તો તમામ ને આવે જ છે.માનવી ના જીવનમાં જયારે સુખ આવે છે ત્યારે તે બહુ ખુસ થાય છે પરંતુ જયારે દુખ આવે ત્યારે લોકો ભગવાનને જ ગુનેગાર ગણે છે અને બધો દોસ ભગવાન પર ઠાલવે છે.પરંતુ દુખ આવે ત્યારે પણ તેને સહજતાથી જ લેવો જોઈએ અને જીવનમાં સુખ તો દરેક ને જ આવે છે પરંતુ તેને બધા લોકો જુદી જુદી રીતે લે છે. અમુક લોકો દુખ આવે ત્યારે તેઓ બધાને બતાવે છે અને અમુક ના જીવન માં દુખ આવે તો પણ તેઓ કોઈ ને પણ ખબર પાડવા દેતા નથી ખુદ તેમના પરિવાર ના બીજા કોઈ સભ્ય ને પણ નહિ.
જયારે જીવન માં દુખ આવે,ગમે તેટલી મુસીબતો આવે પરંતુ તેમનો સામનો શાંતિ થી અને બુદ્ધિ થી કરવો તેનાથી ડરવું નહિ નહિ તો તે દુખ આપડાને વધારે ડરાવસે અને દુખ નો સામનો મગજ ને શાંત રાખીને કરવો.જયારે દુખ આવે ત્યારે ભગવાન પર દ્રઢ વિશ્વાસ રાખવો અને તમના પર ભરોસો રાખવો કેમ કે ભગવાન તમામને એક સારો રસ્તો જરૂર બતાવે જ છે પરંતુ તેના માટે તેમના પર ભરોસો અને થોડા ખંત થી કામ લેવું જોઈએ.
જીવન માં સુખ અને દુખ એ તડકા અને છાયડા જેવા જ છે એટલે સુખ આવે ત્યારે બહુ ખુસ નહિ થવાનું અને દુખ આવે ત્યારે તેનાથી બહુ ગભરાવવાનું નહિ.ભગવાન દરેક ને સુખ પણ આપે છે પરંતુ તેનો લાભ લોકો ને ઉઠાવતા નથી આવડતો અને તેઓ પછી હમેશ માટે દુખી જ રહે છે.જો આપડે જીવન માં હમેસ માટે સુખી જ રેવું હોય તો આપદા પર કોઈ દિવસ દુખ  ને હાવી થવા નહિ દેવાનું અને આપડે જ તેના પર હાવી થઇ જવાનું.જયારે માનવી બહુ જ ખરાબ રીતે દુખ માં સપડાય છે ત્યારે ભગવાન ખુદ જ તેનો ઉકેલ શોધી કાઢે છે. અને જો આપડે જયારે સુખ આવે ત્યારે જો તેને થોડી બીધ્ધી વાપરીને અને થોડી શાંતિ થી જો કામ લેવામાં આવે તો પછી આપડા પર દુખ ને બહુ હાવી થવા દેતું નથી એટલે સુખ આવે ત્યારે આપડે બહુ ગાંડા થઇ જવું નહિ.
માનવી જયારે દુખ માં સપડાય છે ત્યારે તેને એક તો ભગવાનની, પોતાની હિમત ની અને કોઈ ના સારા આશ્વાસન મળે છે ત્યારે તે બહુ ખુસ થાય થાય છે અને તેને આટલી જ વસ્તુ ની જરૂર હોય છે દુખ માં થી બહાર નીકળવા માટે.

આ પ્રેમ !!

Posted: મે 31, 2010 in મારો શોખ

"True Love"


બસ હવે તો આજની યુવા પેઢી માં તો પ્રેમ ની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે હવે તો પ્રેમ એટલે બસ કોઈ જતું હોય અને જો તેનો ચેહરો ગમી ગયો એટલે તેને પ્રેમ થઇ ગયો કે છે પણ ખરે ખર માં તો આ પ્રેમ નથી પરંતુ આ તો ખાલી એક જાતની ખોટી ભાવના છે તમારી.હવે તો પ્રેમ એટલે કઈ પણ જોયા વિચાર્યા વગર કોઈ ને પણ તમારો હાથ આપી દેવો .બધા વિચારે છે કે હવે હું એકલો છે એટલે મને કંટાળો આવે છે એટલે પ્રેમ કરે છે આ તો પ્રેમ કઈ પ્રેમ થોડો કેવાય આ તો ટાઇમ પાસ કેહવાય અને આવું કરવા વાળા પાછળ થી બધા ને જ પસ્તાવા નો વારો આવે છે અને ત્યારે તેમને ખબર પડે છે કે તેઓ જે કઈ પણ કરતા હતા તે પ્રેમ થોડો હતો એ તો આપડી જીંદગી નો બગાડ હતો.અને હવે તો જયારે વ્યક્તિ પ્રેમ માં પડે છે ત્યારે તેને કસું જ ભાન રેતુ નથી બધું જ ભૂલી જાય છે અને બધા પર ની માયા પણ ઓછી કરી નાખે છે.મેં આગલી પોસ્ટ માં જે માં વિષે લખ્યું છે તે જ રીતે જયારે વ્યક્તિ પ્રેમ માં પડે ત્યારે તે પોતાની માં ને પણ કોઈ ક વાર ભૂલી જાય છે એટલે આ પ્રેમ તો આંધળો છે.હવે તો પ્રેમ ના પણ સોદા થવા લગાયા છે એટલે તો કેહવાય છે ને કે જો કોઈ ગાંડાપ્રેમ પડ્યા એટલે આપડી બાકી ની જીંદગી ને વેડફી નાખી એટલા માટે જ કોઈ દિવસ પ્રેમ માં પડવું નહિ.અને જો તેમાં પણ પાછુ પ્રેમ જો કદાચ પણ કોઈ એક તરફી પ્રેમ માં પડે ત્યારે પણ તેના પરિણામ કોઈ વાર બહુ જ ખરાબ આવે છે.સાચે પ્રેમ તો જેને કેવાય કે જે એક બીજાની લાગણી અનુભવે,સમજીસકે અને બધા સુખ દુખ માં બરોબર સાથ નિભાવે તે ને જ સાચો પ્રેમ કેહવાય છે.અને પ્રેમ તો કોઈ દિવસ કોઈ પણ જાતના સવાલ હોતા નથી એટલે કે કોઈ પણ જાતના નિયમો હોતા નથી પરંતુ જયારે પ્રેમ કોઈ પણ જાતના નિયમો કોઈ વચ્ચે આવ્યા હોય ત્યારે તેને સમજી લેવું કે આ પ્રેમ નથી.


હા મે જે લખ્યું તેમાં તમે એવું ના વિચારતા કે આ ખોટું છે પણ આ વાત એક દમ સાચી છે.કેમ કે માતા એ તો ભગવાન કરતા પણ મહાન છે જેમને આપડે જન્મ્યા ત્યારથી જ સાથે રાખી ને મોટા કર્યા અને આપડે તો ભગવાનને તો હજુ સુધી કોઈ દિવસ જોયા જ નથી તો પછી તમે જ કહો કે કોણ મહાન થયું કેહવાય માતા કે ભગવાન ચોક્કસ માતા જ. એટલે જ તો કેહવાય છે ને કે જો તમે આ માતા પિતા ની સેવા કરસો તો ચોક્કસ પેલા અદ્રશ્ય આપણા ભગવાન ચોક્કસ આપડી મદદ કરશે કેમ કે તેમને પણ માતા પિતા ની જરૂર પડી જ હતી.(માન હો કે અપમાન,માને સમાન તે મહાન)

માં

પણ આ તો મે હજુ નેટ પર બેઠો હતો ત્યારે એક સમાચાર વાંચ્યા કે માતા પિતા ને તેના ૪૫ વર્ષ ના છોકરા એ ગરમાંથી કાઢી મુક્યા જો એટલે માતા પિતા તેને છેલ્લે આવો દિવસ જોવા જ મોટો કર્યો ને. આ નો મતલબ તો એમ જ ને કે છોકરાને માતા પિતા પર જરાક પણ માયા જ નથી પણ માતા પિતા ના આટલા બધા અપમાન કરવા છતાં પણ તે લોકો આ ભૂલ ભૂલી જશે અને છોકરા પર તો માયા રાખશે જ તે લોકો મરી મરી ને જીવશે અને જો આ દાયકા પછી પણ જો છોકરાને કઈ જરૂર પડશે ત્યારે તે લોકો ચોક્કસ મદદ કરવા તૈયાર થશે આ વખતે પણ તે ઓ ભગવાન કરતા પણ વધારે દયા વાળા કેહવાય પરંતુ આ વખતે ભગવાન કોઈ પણ સંજોગો માં આવા છોકરા ને માફ નઈ કરે અને ના જ કરવો જોઈએ કેમ કે તેને જયારે બહાર કાઢતી વખતે સરમ નહિ આવી હોય કે કેવી રીતે તેને આટલો મોટો કર્યો હશે તેના માતા પિતા એ.એટલે છેલ્લે તો એવું જ થયું ને કે જે માતા પિતા જેના જન્મ વખતે જે ખુસી અનુભવતા હતા એ તો તેમના દુખ ની ગંટળી હતી.


સૌ પ્રથમ તો  હું બહુ દિવસ પછી મારા બ્લોગ ને અપડેટ કરું છુ તેનું કારણ એ જ કે પરીક્ષા.આમ તો હજુ પણ પરીક્ષા તો બાકી જ છે પરંતુ હવે તો કઈ વાંચવું જ નથી કેમ કે વાંચી ને પરીક્ષા આપીએ છીએ તો પણ ખરાબ જાય છે એટલે હવે તો બાકી ના પ્રેક્ટીકલ તો વાંચ્યા વગર જ જવું છે.અને હું હજુ પણ આ મારા બ્લોગ ને અપડેટ કરવાનો ન હતો કેમ કે બહુ કંટાળો આવે છે પરંતુ મારા મિત્ર કાર્તિક નો બ્લોગ વાંચ્યો ત્યારે તેમાં તેની પોસ્ટ જોય તો તેમાં જે કઈ લખ્યું હતું તો સીધું અમારા પર જ હતું  એટલે આખરે મારે ગમે તેમ કરીને આજે આ બ્લોગ ને અપડેટ કર્યો.

હમણા જ થોડા દિવસો પેહલા ઓબામાં સરકારે આ પેટ્રોલ નો જે ભાવ વધે છે તેનો સીધો જ આક્ષેપ આપદા ભારતીયો પર નાખ્યો હતો તે કેહતા હતા કે આ ભારત માં જ પેટ્રોલ ને વધુ પડતો ઉપયોગ થાય છે તો શું તેલોકો કઈ પેટ્રોલ વાપરતા જ નથી કે શું? શું ખાલી ભારતીયો જ કાર ચલાવે છે? શું ભારતીયો બસ સેવા તથા ટ્રેન નો ઉપયોગ નથી કરતા? તે લોકો તો જાણે એક નાની કાર માં પણ ૨૦ જન બેસી ને જતા હોય તેવી વાત કરે છે. ત્યાં કરતા તો આપડા દેશ માં આ સેવા નો ઉપયોગ વધારે થાય છે. તો હવે આ આક્ષેપ જે તેમને આપડા પર નાખ્યા છે તે તો એક દમજ દમ વગર ના છે.અને આમ જોવા જઈએ તો અમેરિકા એ તો આપડા પર ભૂતકાળ માં પણ બહુ આક્ષેપો નાખ્યા હતા પણ તેમનું આ આક્ષેપો નાખવાનું કારણ એક જ છે કે તેઓ આપડા દેશ થી ગભરાય છે.તેમને ખાલી આ વિશ્વ માં આ ભારત નો જ દર છે તે માટે જ તેઓ આપડાને આડકતરી રીતે બસ પજવે છે બીજું કઈ જ નથી આમાં તો.પરંતુ આ રીતે તેઓ પોતાની મહાનતા બહુ કઈ સાચવી નહિ રાખે.
આ અમેરિકા ભારતીઓ થી ગભરાય છે કારણ કે આ ભાતીઓ ને ભારતીય હોવાનું ગર્વ છે અને તેઓ દેશ માટે કઈ પણ કરવા તૈયાર રહે છે.
બોલો તમારું શું કેહવું છે તમે આપડા દેશ માટે કઈ કરવા માટે તૈયાર છો ને??


PROUD TO BE AN INDIAN

બાળપણ ની મસ્તી

Posted: એપ્રિલ 15, 2010 in મારો શોખ

બાળ મસ્તી
બાળ મસ્તી

થોડા દિવસો પેહલા જ મેં એક લેખ છાપા માં વાંચ્યો જે બાળપણ પર આધારિત હતો ત્યારે જ મને હું જયારે સ્કુલ માં હતો ત્યારે એક મજાક મસ્તી વાડી થોડી લીટી ઓ અમારે સરે અમને કીધી હતી તે જ હું અહી મુકું છું.

જયારે એક બાળક નાનું હતું ત્યારે તે એમ તો ભણવામાં સારો એવો હોશિયાર હતો પરંતુ એક વાર અચાનક જ તેના મન માં વિચાર આયો કે હું તો ભણી લવ છું પણ મારે તો બધા જ વિષયો બરાબર ધ્યાનથી ભણવા પડે છે પણ આ મારા સર, મેડમ લોકો ને તો કેવું સારું તેમને તો ખાલી એક જ વિષય યાદ રાખવાનો જયારે હું ગુજરાતી ના સર ને ગણિત ના દાખલા પુછુ તો તે કે છે કે આ મારો વિષય નથી પણ તેમાં શું થયું આ તેમને આવડવું તો જોઈએ જ ને.જો તેમને ના આવડે તો તેમને કેમ પાંચ પાંચ વાર લખવા માટે કોઈ નથી આપતું જયારે આપડને તો કઈ પણ ના આવડે એટલે તરત જ તે ગરે થી દસ વાર લખવા આપી દે છે.

હવે હું ગરે આવું ત્યારે પણ આ જ તકલીફ મારા માતા પિતા તો મને ખાલી જયારે જોવે ત્યારે ભણવાનું જ કેટ રહે છે પણ એમને તો શું ખાલી આપડાને કેવાનું જ ને કે આટલું વાંચ એમને તો શું થોડી વાર પછી ચોપડી લઈને તમથી જોય જોય ને પૂછી લેવાનું બસ આટલું જ ને એમને તો ક્યાં કોઈ દિવસ પરીક્ષા આપવાની છે ઈ તો જયારે હમણા તેઓ આપે ત્યારે ખબર પડે.

જયારે એક દિવસ ગરે બેઠો હતો ત્યારે દાદા ટી.વી. જોતા હતા અને બોલ્યા કે આ લાલુ યાદવ શું ગપ્પા મારે છે,સોનિયા ગાંધી તો કેવું જુઠ્ઠું બોલે છે ત્યારે મેં કીધું એમને તો કેવું સારું આટલા બધા ની વચ્ચે જુઠ્ઠું બોલે તો પણ કઈ જ સજા નથી મળતી પણ હું તો જયારે ખાલી ક્લાસ માં પણ જુઠ્ઠું બોલું તો પણ ગરે થી માતા પિતા ને બોલાવે છે તો આ લાલુ અને સોનિયા ના માતા પિતા ને કેમ નહિ.અને ત્યાર બાદ તેને મનોમન નક્કી કર્યું ક હવે તો હું મોટો થઈશ એટલે હું આવું નઈ થવા દવ પણ ત્યારે જ તેના દાદા બોલ્યા કે બેટા પરંતુ તું જયારે મોટો થઈશ ત્યારે તો આલોકો પણ બહુ મોટા થઇ જશે ત્યારે તે બોલી ઉઠ્યો કે એમ લોકો થી કઈ તામાંનાથી મોટા હોય તેમના પર તો ક્યાં દાદાગીરી થાય છે એટલે જ તો તેઓ નાના બચારા છોકરા ઓ પર પોતાની દાદાગીરી બતાવે છે આ જ છે મોટા ઊ ની દાદાગીરી.